ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત જીત સાથે કરી છે. ગુરુવારે દુબઈમાં ટીમે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતા 228 રન બનાવ્યા. ભારતે 46.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો.
ભારત તરફથી શુભમન ગિલે સદી ફટકારી છે. આ તેની ICC ટુર્નામેન્ટમાં પહેલી સદી છે. રોહિત શર્માએ 41, કેએલ રાહુલે 38 અને વિરાટ કોહલીએ 22 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 5 વિકેટ, હર્ષિત રાણાએ 3 વિકેટ અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ તરફથી તૌહીદ હ્રિદોયે પણ સદી ફટકારી હતી.
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ.
બાંગ્લાદેશ (BAN): નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન, સૌમ્ય સરકાર, તોહીદ હ્રિદોય, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), મહેદી હસન મિરાઝ, ઝાકર અલી, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાન.
47મી ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલે તન્ઝીમ હસન સાકિબ સામે સિક્સર ફટકારી. આ સાથે તેણે ટીમને જીત અપાવી. રાહુલે 47 બોલમાં 41 રન બનાવ્યા. તેની સામે શુભમન ગિલ 101 રન બનાવીને નોટઆઉટ રહ્યો.