Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્ય સરકારોએ ગૃહમાં પસાર કરેલા ખરડા રાજ્યપાલ શા માટે અટકાવે છે? રાજ્યપાલોએ એ યાદ રાખવું જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ કે તેમને પ્રજાએ નથી ચૂંટ્યા. રાજ્યપાલોએ કૅબિનેટની સલાહ પ્રમાણે જ કામ કરવાનું હોય છે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સાત વિધેયકને મંજૂરીમાં વિલંબ અંગે રાજ્ય સરકારે અરજી કરી હતી. આ અંગે સોમવારે ચીફ જસ્ટિસ ચન્દ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે રાજ્ય સરકારો કોર્ટનાં દ્વાર ખખડાવે પછી જ રાજ્યપાલો કાર્યવાહી કરે છે.

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી: પંજાબના વિધાનસભા સત્રમાં પસાર થઈ ગયેલા ખરડાને રાજ્યપાલ કાં તો મંજૂરી માટે આગળ વધી શકે છે અથવા રાજ્ય સરકારને પરત કરી શકે છે પરંતુ બીજી વાર સત્ર ન બોલાવવાનો તર્ક રજૂ કરીને તેના પર સહી કરવાનો ઇનકાર ન કરી શકે.
સોલિસિટર જનરલ તુષાર મહેતા : પંજાબ સરકારના સાત બિલ પર રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે ‘યોગ્ય કાર્યવાહી’ કરી છે. આગામી સુનાવણીમાં અમે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરીશું.
ચીફ જસ્ટિસ: પંજાબ વિધાનસભાનું સત્ર માર્ચમાં પૂરું થયા પછી 6 મહિનામાં જૂનમાં સત્ર શા માટે બોલાવાયું? આ ગેરબંધારણીય છે.
મહેતા : પંજાબના મુખ્યમંત્રીએ રાજ્યપાલ માટે જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ સામે અમને વાંધો છે.
ચીફ જસ્ટિસ: પંજાબના કિસ્સામાં રાજ્ય સરકાર અને રાજ્યપાલે આત્મમંથન કરવું જોઈએ. આપણો દેશ સૌથી જૂનો લોકશાહી ધરાવતો દેશ છે.