મેષઃ-
પોઝિટિવઃ- કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત ખૂબ જ લાભદાયી રહેશે. તમને કોઈ ખાસ કામ માટે પ્રેરણા મળી શકે છે. પ્રિય વ્યક્તિ પાસેથી ભેટ મળી શકે છે. આવક અને વ્યયમાં યોગ્ય તાલમેલ રહેશે. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું સફળતા આપશે.
નેગેટિવઃ- શોપિંગ કરતી સમયે બેદરકારી ન કરો. કોઈ તમને ઠગી શકે છે, જેના કારણે તમારું ઘણું નુકસાન થાય તેવી શક્યતા છે. બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. ધનને લગતા મામલે કોઈપણ વાત સાથે સમજોતો ન કરવો.
વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વેપારમાં સારી ડીલ થવાની શક્યતા છે.
લવઃ- સંબંધને મધુર જાળવી રાખવામાં તમારું યોગદાન સફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી યોગ્ય દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ રાખશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યક્તિગત કાર્યોમાં દિવસનો મોટાભાગનો સમય પસાર થઈ જશે. તમે બધા કામ ખૂબ જ સરળ રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. સમય ખૂબ જ સારી રીતે પસાર થઈ શકે છે.
નેગેટિવઃ- અન્ય લોકોની વાતો અને સલાહ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નુકસાન આપી શકે છે. સહનશક્તિમાં ખામી રહેશે. સાવધાન રહો તમારી કોઈ ગુપ્ત વાત જાહેર પણ થઈ શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં સ્ટાફ તથા કર્મચારીઓનો યોગ્ય સહયોગ મળી શકે છે
લવઃ- લગ્નજીવનમાં એકબીજા સાથે તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો કે પેટમાં ગડબડ સમસ્યા વધી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- થોડો સમય એકાંતમાં વિચાર કરવામાં પસાર કરો. તેનાથી તમારું મનોબળ વધશે તથા યોગ્ય માર્ગદર્શન પણ મળશે. કોઈ મોટું કામ બની જવાથી સુખ મળી શકે છે. કોઈ નજીકના સંબંધીની પરેશાનીઓમાં તેમની મદદ કરવાથી તમને યોગ્ય શ્રેય પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ચીડિયાપણુ લાવશો નહીં. કાર્યોમાં વિઘ્ન આવી શકે છે, આ સમયે કોઈપણ ખાસ નિર્ણય લેતી સમયે કોઈ વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી ઇચ્છા અને મહેનતમાં ઘટાડો આવવા દેશો નહીં.
લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- આ સમયે કફ અને કોલ્ડની સમસ્યાથી બચવું.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- પડકાર સામે આવશે પરંતુ તમે યોગ્યતા દ્વારા તેનું નિરાકરણ પણ શાંતિપૂર્ણ રીતે કરી લેશો. ધનલાભની યોગ્ય શક્યતા છે. કાર્યો પ્રત્યે પોઝિટિવ વિચાર રાખવાથી તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થશે.
નેગેટિવઃ- યોગ્ય સફળતા મળવામાં જોશમાં હોશ ગુમાવશો નહીં. પાડોસી તમારી ઉન્નતિની ઈર્ષ્યા કરશે. ઘરમાં મહેમાનો અચાનક આવવાથી થોડા મહત્ત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં સુધાર આવશે.
લવઃ- કોઈ ખાસ વ્યક્તિ કે મિત્રની સલાહથી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે
સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવો તથા છાતિમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- ઉધાર આપેલાં કે ફસાયેલાં રૂપિયા વસૂલ થઈ શકે છે. એટલે કોશિશ કરતા રહો. યોજનાઓ જે ઘણાં સમયથી અટવાયેલી હતી તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. સામાજિક કાર્યોમાં પણ તમારી હાજરી રહેશે.
નેગેટિવઃ- કોઈ સંબંધીને લગતા દુઃખદ સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા ઉપર અસર જોવા મળશે. તણાવ અને ચીડિયાપણું તમારા ઉપર હાવી થવા દેશો નહીં. નાણાંકીય નુકસાન થવાની શક્યતા છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હ્રદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લો.
લવઃ- વધારે કામના કારણે ઘર-પરિવારમાં યોગ્ય સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- યોજનાબદ્ધ રીતે તમે કોઈ ખાસ કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ સંતોષજનક રહેશે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવાથી યોગ્ય વ્યવસ્થા બની રહેશે.
નેગેટિવઃ- જો કોઈ પારિવારિક પ્રોપર્ટીને લગતો મતભેદ ચાલી રહ્યો છે તો પોતાના ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. ભાવનાઓમાં વહીને કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.
વ્યવસાયઃ- જો વેપારને લઈને કોઈ નવા કાર્યને શરૂ કરવાની યોજના છે તો તેને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- રાજકારણ ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ફોન કે મીડિયાના માધ્યમથી કોઈ શુભ સમાચાર મળશે. સંપર્કોની સીમા વિસ્તૃત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધા અને પ્રતિયોગિતામાં સફળતા મળશે.
નેગેટિવઃ- બપોર પછી ગ્રહ સ્થિતિ થોડી પ્રતિકૂળ રહેશે. કોઈ વ્યક્તિગત ચિંતા રહી શકે છે. જેના કારણે તમે પોતાને અસહાય અને એકલાં અનુભવ કરી શકો છો. થોડી વસ્તુઓ માટે ઉધાપ પણ લેવું પડી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પાર્ટનરશિપને લગતા મામલે વિવાદ વધવા દેશો નહીં.
લવઃ- ઘરમાં કોઈ ધાર્મિક આયોજનની પણ યોજના બની શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારી વ્યક્તિગત સમસ્યાઓના કારણે તણાવ લેવાની જગ્યાએ તેનો ઉકેલ શોધવાની કોશિશ કરો.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ પોઝિટિવ રહેશે. લક્ષ્ય પ્રત્યે કોશિશ કરતા રહેવું તમને સફળ બનાવશે. આ સમયે કોઈ સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદ દૂર થશે તથા સંબંધોમાં પણ મધુરતા આવશે.
નેગેટિવઃ- જમીનને લગતી ખરીદી કરવાનું પ્લાનિંગ હોય તો પેપર વગેરે યોગ્ય રીતે તપાસી લો. આ વાતનું પણ ધ્યાન રાખો કે જે વ્યક્તિ ઉપર તમે વધારે વિશ્વાસ કરો છો તેની સાથે આજે મનમુટાવ થવાની શક્યતા છે.
વ્યવસાયઃ- આજે તમે આખો દિવસ કામકાજમાં મગ્ન રહી શકો છો.
લવઃ- ભાઈઓ સાથે સંપત્તિ કે ભાગલાને લઈને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો.
સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચાની સમસ્યા પરેશાન કરી શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પણ અને એકાગ્રતા તમને આગળ લાવશે. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. ખાલી સમયનો ઉપયોગ તમે કોઈ ગમતા કાર્યો તથા સાહિત્યને વાંચવામાં પસાર કરશો.
નેગેટિવઃ- ઉતાવળ અને બેદરકારીમાં લીધેલાં નિર્ણય આર્થિક નુકસાન આપી શકે છે. જમીનને લગતા મામલે પણ થોડું નુકસાન કે ઝઘડો થવાની શક્યતા છે. જેના કારણે મનમાં નિરાશાની સ્થિતિ રહેશે.
વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં સુધાર આવશે તથા ફોન દ્વારા યોગ્ય ઓર્ડર પણ પ્રાપ્ત થશે.
લવઃ- પરિવારમાં ચાલી રહેલી કોઈ પરેશાનીને દૂર કરવામાં એકબીજાનું તાલમેલ હોવું જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- વધારે મહેનત કરવાના કારણે શારીરિક અને માનસિક રીતે નબળાઈ અનુભવ થશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. પરંતુ તમે પોઝિટિવ દૃષ્ટિકોણ અને કોઈ અનુભવી વ્યક્તિના સ્નેહ અને સાનિધ્યથી દિવસને વ્યવસ્થિત બનાવી લેશો. અધ્યાત્મિક કાર્યો તમને તન અને મનથી પ્રફુલ્લિત રાખશે.
નેગેટિવઃ- આર્થિક રોકાણને લગતા નિર્ણય સમજી-વિચારીને લો. મનમાં કોઈ વાતને લઈને નિરાશા અને નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. સુકૂન અને શાંતિની શોધમાં અધ્યાત્મની મદદ લેવી જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક મુશ્કેલીઓ આવવાથી કોઈની સલાહથી ચર્ચા-વિચારણાં કરવી યોગ્ય રહેશે.
લવઃ- પરિવાર સાથે મનોરંજન, ડિનર વગેરેનો પ્રોગ્રામ બનાવવો તમને માનસિક સુકૂન આપશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીની સમસ્યાઓને ઉકેલવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે. તમારી યોગ્યતા અને આવડત સમાજ સામે આવશે. સંપર્કોની સીમા વધશે. આ સંપર્કોનો લાભ ઉઠાવો.
નેગેટિવઃ- સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સમયે સાવધાન રહો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરો, નહીંતર તમે મુશ્કેલીમાં પડી શકો છો. આજે દરેક કાર્યોને ખૂબ જ ધૈર્ય અને સંયમ સાથે પૂર્ણ કરવાની કોશિશ કરો
વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં એકબીજા પ્રત્યે પારદર્શિતા રાખવી
લવઃ- જીવનસાથીનો સહયોગ તમને તણાવ મુક્ત કરશે.
સ્વાસ્થ્યઃ- સાંધાને લઈને દુખાવાની સમસ્યા રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજના દિવસનો મોટાભાગનો સમય પોતાના મન પ્રમાણે તથા હોબી જેવા કાર્યોમાં પસાર થશે. જેથી રોજિંદાના તણાવથી સુકૂન મળશે. પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવામાં ઘરના બધા સભ્યો હળી મળીને યોજના બનાવશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈની મદદથી બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. બાળકોની સંગત અને ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. હાલ આવકની સ્થિતિ સામાન્ય રહેશે. સરકારી મામલાઓ હાલ પહેલાંની જેમ જ ચાલતાં રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં કરવામાં આવતા ફેરફારનું યોગ્ય પરિણામ સામે આવી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- માનસિક રીતે સ્ટ્રોંગ બની રહેવા માટે મેડિટેશન ધ્યાન વગેરે ઉપર સમય પસાર કરશો.