Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

મધ્યપ્રદેશના ધારના પીથમપુરમાં દુકાનદારની ધોળાદિવસે ગળું કાપી હત્યા કરવામાં આવી છે. મંગળવારે બપોરે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી પહેલા બેરહેમીથી દુકાનદારને માર મારે છે, પછી ગળું કાપી હત્યા કરી નાખે છે. ત્યાર બાદ તે ફરાર થઈ જાય છે.


ઘટના પીથમપુરના સેક્ટર-3 બગદૂન પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ સંતોષ ખટીક (50)તરીકે થઈ છે. તે તળાવના કિનારે મીટની દુકાન ચલાવતો હતો. એક યુવકે તેનું ગળું કાપી નાખ્યું.જો કે, આરોપી યુવકની ઓળખ થઈ નથી, તેની તપાસ ચાલુ છે.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં આરોપી યુવક સંતોષને મારતો અને વારંવાર ગાળો ભાંડતો નજરે પડે છે. આરોપી કહે છે કે, તું પોતાની જાતને શું સમજે છે, મારી જિંદગી બર્બાદ કરી નાખી. તો બીજી તરફ પીડિત રડતાં રડતાં તેને માર ન મારવા અને ત્યાંથી જવાની વિનંતી કરતો રહ્યો.આરોપીઓએ તેને ઢોર માર મારી અધમૂઓ કરી નાખ્યો પછી તેનું ગળું કાપીને હત્યા કરી નાખી.