Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફિચ રેટિંગ્સે 1 એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિદરના અંદાજને વધારીને 7% કર્યો છે. ફિચ રેટિંગ્સે મજબૂત સ્થાનિક માંગ અને બિઝનેસના ટકાઉ સ્તર અને ગ્રાહકોના ભરોસામાં વૃદ્ધિને જોતા વૃદ્ધિદરના અંદાજને વધાર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં અપેક્ષા કરતાં સારા 8.4%ના વૃદ્ધિદર બાદ ફિચ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 7.8%ના દરે વૃદ્ધિ પામે તેવો અંદાજ ધરાવે છે, જે સરકારના 7.6%ના અનુમાનથી આંશિક વધુ છે.

દેશના આર્થિક વૃદ્ધિદરે મજબૂત સ્થાનિક માંગ (10.6%ની રોકાણ વૃદ્ધિ જ્યારે ખાનગી વપરાશ પણ 3.5% વધુ રહ્યો હતો) ને કારણે તમામ અન્ય અનુમાનોને પાછળ રાખી દીધા હતા. ફિચ રેટિંગ્સે વર્ષ 2024માં વૈશ્વિક જીડીપી ગ્રોથમાં 0.3%ની વૃદ્ધિ સાથે તે 2.4% રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.

જ્યારે યુએસ માટે પણ ગ્રોથના અનુમાનને અગાઉના 1.2%થી વધારીને 2.1% કરવામાં આવ્યું છે. યુએસના મજબૂત ગ્રોથ દેખાવ બાદ ચીનના પણ ગ્રોથ માટેના અંદાજને 4.6%થી ઘટાડીને 4.5% કરવામાં આવ્યો છે. જ્યારે યુરોઝોન માટે પણ આર્થિક વૃદ્ધિદરના અંદાજને 0.6%થી આંશિક ઘટાડીને 0.7% કરવામાં આવ્યો છે. ભારત, રશિયા અને બ્રાઝિલ માટે ગ્રોથના અંદાજમાં વધારા સાથે ચીનને બાકાત કરતા ઉભરતા બજારો માટે પણ ગ્રોથમાં 0.1%ના વધારા સાથે તેને 3.2% કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં પગારવધારો તેમજ વપરાશમાં વૃદ્ધિ મુખ્ય કારણ રહેશે.