ભારતીય શેરબજારમાં સતત સાતમા દિવસે નેગેટિવ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. રોકાણકારો આરબીઆઈના વ્યાજ દરના નિર્ણય પહેલાં વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે જોકે, જો આરબીઆઇ 0.50bps વધારો આપે તો પણ હવે બજાર તેને ડિસ્કાઉન્ટ કરશે તેવો નિર્દેશ મોટાભાગના એનાલિસ્ટો દર્શાવે છે.
માર્કેટમાં કરેક્શન આવવાનું હતુ તે આવી ચૂક્યું છે ઘટાડા માટે હવે મોટા કારણો નથી. વિદેશી રોકાણકારોની વેચવાલીનો ટ્રેન્ડ અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની સ્થિતી કેવી રહે છે તેના પર બજારની ચાલ નિર્ભર રહેશે. સેન્સેક્સ 188.32 પોઈન્ટ ઘટીને 56409.96 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 40.50 પોઈન્ટ ઘટીને 16818.10 રહ્યો છે.
રોકાણકારોની મૂડી નજીવી ધટી 268.15 લાખ કરોડ જ્યારે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 13 પૈસાની નજીવી મજબૂતી સાથે 81.80 બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ 5.22 ટકા ઘટવા સાથે ટેક મહિન્દ્રા, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ પણ બે ટકાથી વધુ ઘટ્યાં છે. આરબીઆઇએ મે મહિનાથી ટૂંકા ગાળાના ધિરાણ દર (રેપો)માં 140 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો છે તે ફરીથી 50-bpsનો વધારો કરીને તેને 5.9 ટકાની ત્રણ વર્ષની ટોચે લઈ જઈ શકે છે.
સ્મોલકેપ 0.63 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.31 ટકા વધ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં યુટિલિટીઝ 1.38 ટકા, પાવર 1.30 ટકા,આઇટી 0.60 ટકા સુધી ઘટ્યા હતા.