Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની ડાયમંડ પોલિશિંગ ઇન્ડસ્ટ્રીની આવક ચાલુ વર્ષે યુએસ, યુરોપિયન યુનિયન અને ચીનના માર્કેટમાં નબળી માંગને કારણે 30-35% ઘટીને $14-15 અબજ રહેવાની શક્યતા રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કરી છે. દેશના પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં આ ત્રણ દેશોનો હિસ્સો 75% છે. ઇઝરાયલ ભારત પાસેથી $1.25 અબજના પોલિશ્ડ ડાયમંડની આયાત કરે છે. જો કે ઇઝારયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરતા આ આંક પર જોખમ રહેલું છે તેવું ક્રિસિલ રેટિંગ્સના ડાયરેક્ટર રાહુલ ગુહાએ જણાવ્યું હતું.


દર નાણાકીય વર્ષે બીજા છ મહિના દરમિયાન થેન્ક્સગિવિંગ, ક્રિસ્મસ અને ચાઇનીઝ ન્યૂ યર જેવા તહેવારોને કારણે માંગમાં ઉછાળો આવે છે પરંતુ આ વખતે માંગમાં નરમાઇનું વલણ રહે તેવી શક્યતા છે. પરિણામે, ચાલુ નાણાકીય વર્ષે ભારતના ડાયમંડ ઉદ્યોગમાં એક તૃતીયાંશ જેટલો ઘટાડો થયો છે.