ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય પર એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, કોહલીનો સમય હવે પૂરો થઈ ગયો છે. કોહલી તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તેણે છેલ્લી ટેસ્ટ સિઝનમાં કોઈ યાદગાર પ્રદર્શન કર્યું ન હતું. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં કોહલીએ 190 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કિંગ કોહલી ટીકાઓનો સામનો કરી રહ્યો છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, જ્યારે તેના બેટે 9 ઇનિંગ્સમાં 23ની સરેરાશથી 190 રન બનાવ્યા હતા.
8 વખત કોહલી ઓફ સાઇડ બોલ પર રમવાનો પ્રયાસ કરતી વખતે સ્ટમ્પ પાછળ કેચ આઉટ થયો હતો. આ ખરાબ પ્રદર્શન પછી કોહલીને નિવૃત્તિ લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે એક મોટું નિવેદન આપ્યું છે.