વડોદરાના ચાણસદ ખાતે આવેલા નારાયણ સરોવર પરિસરમાં દિવાળી પર્વને લઇ ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. શહેરના અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતોની મહેનત તથા દરરોજ સીત્તેર જેટલા સ્વયંસેવકોની સેવાના પરિપાક રૂપે 11 હજાર શુશોભીત પ્યાલામાં દીવડાઓ ઝગમગતા સરોવરમાં ચાર ચાંદ લાગ્યા હોય તેવા નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે. અહીં રોજે રોજ હજારો લોકો મુલાકાતે આવી આ અદભુત નજારાને નિહાળી ભક્તિ અને આસ્થા સાથે ભવ્ય દીપોત્સવને નિહાળી રહ્યા છે.
હજારો લોકો મુલાકાતે આવ્યા
વડોદરા શહેર નજીક આવેલા અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન સમાન ચાણસદ ખાતે આવેલા નારાયણ સરોવર પરિસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરાના પૂજ્ય સંતોની મહેનત તથા દરરોજ સીત્તેર જેટલા સ્વયંસેવકોની સેવાના પરિપાક રૂપે પ્રકાશના પર્વ દિપોત્સવ નિમિત્તે ધનતેરસથી લાભપાંચમ નવ દિવસ સુધી સુશોભિત પ્યાલામાં દિવડાઓ તથા રોશની મળી અગીયાર હજાર ઝગમગતા દીપકો સરોવરના નીરમાં પ્રતિબિંબિત થાય ત્યારનું નયનરમ્ય દૃશ્ય નિહાળવા તથા મહાઆરતીમાં સમ્મિલિત થવા હજારોની સંખ્યામાં શહેરીજનો દરરોજ નારાયણ સરોવરની મુલાકાતે પધારે છે.