ડ્રગ્સ માફિયા જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પગદંડો જમાવે તે પહેલાં જ જૂનાગઢ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. SOGએ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 3.160 કિલો પ્રતિબંધીત હાઈબ્રિડ ગાંજો અંદાજે રૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ આરોપીઓની ધરપકડ એ વાતની પુષ્ટિ કરે છે કે, ડ્રગ્સનો આ ખતરનાક વેપાર હવે ગુજરાતના ખૂણે-ખુણે પ્રસરવા લાગ્યો છે, જેના મૂળિયા ખૂબ ઊંડા અને ઇન્ટરનેશનલ સ્તર સુધી ફેલાયેલા છે.
3.160 કિલો હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે ચારની ધરપકડ જૂનાગઢ DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, SOG અને LCB ટીમ દ્વારા શહેરમાં એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. થાઈલેન્ડથી લાવવામાં આવેલા પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના 3.160 કિલો જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં રૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગઈકાલે ભારતી આશ્રમના લઘુમહંતના ગુમથવાની તપાસમાં રોકાયેલા SOGના સ્ટાફને એક ખાનગી બાતમી મળી હતી.