ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે, ભારતે પેલેસ્ટિનિયનોને માનવતાવાદી સહાય માટે C-17 એરક્રાફ્ટ દ્વારા ઇજિપ્તમાં 32 ટન જીવન જરુરી સામાન મોકલ્યો છે. બીજી તરફ, યુએનએ અહેવાલ આપ્યો છે કે અલ-શિફા હોસ્પિટલમાં હજુ પણ 25 સ્ટાફ, 291 દર્દીઓ અને 32 નવજાત શિશુઓ છે. આ બાળકોની હાલત અત્યંત ગંભીર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેરાત કરી છે કે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ ડેથ ઝોન બની ગઈ છે. WHOએ હોસ્પિટલને ખાલી કરાવવાની યોજના વિશે પણ માહિતી આપી હતી. શનિવારે સેંકડો લોકોએ અલ-શિફા હોસ્પિટલને ખાલી કરાવી હતી. જો કે, WHOએ કહ્યું કે હોસ્પિટલમાં હજુ પણ 25 સ્ટાફ, 291 દર્દીઓ અને 32 નવજાત શિશુ છે.
બીજી તરફ વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયલ, અમેરિકા અને હમાસ વચ્ચે ટૂંક સમયમાં ડીલ થવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, કતાર દ્વારા કરવામાં આવી રહેલી આ સમજૂતી હેઠળ બંધકોની મુક્તિના બદલામાં 5 દિવસ માટે યુદ્ધવિરામ થઈ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે હાલમાં કોઈ ડીલ થઈ નથી.