અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટના બાદ અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર થયો છે. જેમાંમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 9 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓને ફાયરિંગની માહિતી મળતાં જ રાત્રે 11:08 વાગ્યે 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લોકમાં પહોંચ્યા. લોકોને ગોળી મારી હોવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપી હતી.
બર્મિંગહામ ફાયર એન્ડ રેસ્ક્યૂ (BFRS) ઘટનાના થોડા સમય બાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને નાઈટક્લબ પાસે ફૂટપાથ પર પડેલા એક પુરુષને મૃત જાહેર કર્યો. BFRSએ અંદરથી મળી આવેલી બે મહિલાઓને મૃત જાહેર કરી. ઘણા ઘાયલોને BFRSના કર્મચારીઓ અથવા ખાનગી વાહનો દ્વારા UAB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન UAB હોસ્પિટલના ડોક્ટરોએ એક વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.