ઇઝરાયલ અને હમાસ વચ્ચે 46 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો ટૂંક સમયમાં યુદ્ધવિરામની જાહેરાત કરી શકે છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતે કહ્યું છે કે ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે.
નેતન્યાહુ મોડી રાત્રે કેબિનેટની બેઠક કરી રહ્યા છે. તમામ ઉચ્ચ અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે હમાસ 50 બંધકોને મુક્ત કરશે. ઈઝરાયલ કેટલાક પેલેસ્ટાઈનીઓને પણ મુક્ત કરશે. જેમાં માત્ર બાળકો અને મહિલાઓ જ રહેશે. યુદ્ધ ક્યાં સુધી બંધ રહેશે? તેનો નિર્ણય બાકી છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનીયેએ પણ રવિવારે યુદ્ધવિરામનો સંકેત આપ્યો હતો.
બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે બંધકોને છોડાવવા માટે હમાસ સાથે અસ્થાયી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે તો પણ ઈઝરાયલ હમાસ સામે તેનું યુદ્ધ ચાલુ રાખશે.