Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગોંડલની નિખીલ દોંગા ગેંગને વધુ એક ફટકો પડ્યો છે. ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલ 10 આરોપીની ડીફોલ્ટ જામીનની અરજી રદ કરવામાં આવી છે. દોંગા ગેંગના સહઆરોપીઓ પાર્થ જોષી, અક્ષય દુધરેજીયા, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, નવઘણ શીયાળ, પિયુષ કોટડીયા, વિજય જાદવ, દર્શન ઉર્ફે ગોલુ, વિશાલ પાટકર અને દેવાંગ જોષીએ જામીન અરજી કરી હતી. આ કેસના સ્પે.પીપી એસ.કે. વોરાએ કરેલી તર્ક બધ્ધ દલીલોને ધ્યાને લઈ આ જામીન અરજી રાજકોટની ખાસ ગુજસીટોક અદાલતે ગુણદોષ રહીત હોવાનું ઠરાવી રદ કરી છે.

ગોંડલના નિખીલ દોંગા અને તેના સાગરીતો વિરૂધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલ ગુજસીટોક કાયદા હેઠળના ગુન્હામા 14 આરોપીઓ જુદી જુદી જેલોમા કેદી તરીકે સજા કાપી રહ્યા છે. આ કેસમા તમામ આરોપીઓ વિરૂધ્ધ ખાસ અદાલતે તહોમતનામુ ફરમાવી દીધેલ છે અને નિખીલ દોંગા સામેનો આ કેસ સરકારી સાહેદોના મૌખિક પુરાવા ઉપર ચાલી રહેલ છે. આ સમયે 14 આરોપીઓએ ખાસ અદાલતમા ડીફોલ્ટ બેઈલની અરજીઓ રજુ કરી રજુઆતો કરેલ હતી કે પોલીસ તપાસનો 90 દિવસનો સમયગાળો વધારી આપવાનો હુકમ કરતા પહેલા ખાસ અદાલતે તેઓને રજુઆત કરવાની તક આપેલ નથી.