મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નિપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને રાત્રે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.બે લોકોના ભાવનગરમાં અને એકના સુરતમાં અંતિમ સંસ્કાર કરાશે. ભાવનગરના પિતા-પુત્રના અંતિમ સંસ્કારમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. જેઓ રાત્રે જ ભાવનગર પહોંચી ચૂક્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે(22 એપ્રિલે) થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા હતા. ભાવનગરથી જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલા યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયાનું પણ મોત નિપજ્યું હતું. જેમના મૃતદેહને મોડી રાત્રે માદરે વતન લાવ્યાં છે. સર્ટી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં પિતા -પુત્રના મૃતદેહ રખવામાં આવ્યા છે. સર્ટી હોસ્પિટલ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.