21મી નવેમ્બરે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 464 રૂપિયા વધીને 61,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 18 કેરેટ સોનાની કિંમત વધીને 46,014 રૂપિયા થઈ ગઈ છે.
આ ઉપરાંત આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. તે રૂ. 479 વધીને રૂ. 73,040 પ્રતિ કિલોએ પહોંચી છે. અગાઉ તે 72,561 રૂપિયા પ્રતિ કિલો હતી.
આ મહિનામાં અત્યાર સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. 1 નવેમ્બરે સોનાની કિંમત 60,896 રૂપિયા હતી, જે હવે 61,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ મહિનામાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં રૂ. 2,215નો વધારો થયો છે. નવેમ્બરના પહેલા દિવસે તે 70,825 રૂપિયા પર હતો, જે હવે 73,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.