અમેરિકામાં જે રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે રાજ્યોમાં જન્મદરમાં વધારો થયો છે. હાલમાં જ કરવામાં આવેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે 2023ના પ્રથમ છ મહિનાના ગાળામાં 32 હજાર વધારે બાળકોનો જન્મ થયો છે. એવું પણ જાણવા મળ્યું છે કે જે રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ નથી તે રાજ્યોની સરખામણીમાં પ્રતિબંધ ધરાવતા રાજ્યોમાં જન્મદર 2.3 ટકા વધારે છે.
શોધ કરનાર લોકોનું માનવું છે કે અમેરિકામાં ગર્ભપાતની તરફેણમાં રહેલા આશરે એક ચતુર્થાશ લોકો સુપ્રીમકોર્ટના નિર્ણયના કારણે અમલી બનેલા પ્રતિબંધના લીધે ગર્ભપાત કરાવવામાં અસમર્થ હતા. આ શોધ રોગ નિયંત્રણ અને અટકાયત ડેટા પર આધારિત છે. શોધને લઇને હજુ સુધી સમીક્ષા કરવામાં આવી નથી.