ભારતમાં દર વર્ષે 20 લાખ લોકોના મોતનું કારણે વિવિધ સ્ત્રોતને કારણે ફેલાતું વાયુ પ્રદૂષણ છે. આ મામલે ચીન પછી ભારત બીજા ક્રમે છે. ધ બીએમજેમાં પ્રકાશિત રિસર્ચ આધારિત રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉદ્યોગ, વીજ ઉત્પાદન અને પરિવહનમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરવાથી વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે 50 લાખથી વધુ લોકોના મોત નિપજે છે.
આ 2019 માં તમામ સ્રોતોમાંથી વાયુ પ્રદૂષણને કારણે વિશ્વભરમાં કુલ અંદાજિત 80 લાખ લોકોના મોત થયા હતા. મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર કેમિસ્ટ્રી જર્મનીના સંશોધકો સહિતની ટીમ આ રિસર્ચમાં સામેલ હતી. તેમણે ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ 2019 અભ્યાસ, નાસા સેટેલાઇટ-આધારિત ફાઇન પાર્ટિક્યુલેટ મેટર અને વસ્તી ડેટા, અને વાતાવરણીય રસાયણશાસ્ત્ર, એરોસોલ અને સંબંધિત ડેટાનો ઉપયોગ કરીને આ રિપોર્ટ રજૂ કર્યો હતો.
સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે મોટાભાગના મૃત્યુ (52 ટકા) સામાન્ય પરિસ્થિતિઓ જેવા કે હૃદય રોગ (30 ટકા), સ્ટ્રોક (16 ટકા), ક્રોનિક અવરોધક ફેફસાના રોગ (16 ટકા) અને ડાયાબિટીસ (6 ટકા) સાથે સંકળાયેલા હતા.