નેપાળમાં શનિવારે સવારે 4 વાગે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી. જો કે ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક વર્ષ પહેલા 2023માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 70 લોકો માર્યા ગયા હતા.
10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયેલા આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. નેપાળ, હિમાલયની ફોલ્ટ લાઇન પર સ્થિત છે, તે ધરતીકંપની પ્રવૃત્તિ માટે ઉચ્ચ જોખમ ધરાવતું ક્ષેત્ર છે.