Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો પર ભાજપને બે તૃતિયાંશથી વધુ બહુમતી મળી છે. ઇલેક્શન કમિશનની સાઇટ પર રાત્રે 12:00 વાગ્યા સુધીના આંકડાઓ મુજબ ભાજપે 163 સીટો જીતી છે. કોંગ્રેસ 1 સીટ પર આગળ રહીને કુલ 65 સીટ જીતી છે. આમ 1 બેઠક પર આગળ હોવાથી તેમણે કુલ 66 બેઠકો જીતી છે. જ્યારે ભારત આદિવાસી પાર્ટી (BAP)એ 1 સીટ સાથે મધ્ય પ્રદેશમાં એન્ટ્રી કરી છે. મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવા માટે 116 બેઠકો મેળવવાની રહે છે. જેમાંથી BJPએ 163 સીટ જીતીને ઐતિહાસિક જીત મેળવીને ફરી સરકાર બનાવી છે.


આ ચૂંટણીમાં રસપ્રદ વાત એ છે કે અહીં SP, BSP, AAP કે અપક્ષોમાંથી કોઈ પણ પોતાનું ખાતું ખોલાવી શક્યું નથી. ભાજપ-કોંગ્રેસ પછી, ભારત આદિવાસી પાર્ટી (BAP) એકમાત્ર એવી પાર્ટી છે જેના ઉમેદવાર વિજય નોંધાવીને મધ્યપ્રદેશમાં પ્રવેશ્યા છે. ગત વખતે મધ્યપ્રદેશમાં 4 અપક્ષ સહિત 2 બસપા અને 1 સપા ઉમેદવારો જીત્યા હતા.

લાડલી બહેનને ગેમ ચેન્જર ગણાવતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભોપાલમાં કહ્યું, 'ગ્વાલિયર-ચંબલ સહિત રાજ્યના લોકોએ કોંગ્રેસને તેમનું કદ બતાવ્યું છે.' તે જ સમયે, કૈલાશ વિજયવર્ગીય 'લાડલી બહના' જીતનું કારણ હોવાના સવાલ પર ગુસ્સે થઈ ગયા. તેમણે ઈન્દોરમાં કહ્યું, 'રાજસ્થાન અને છત્તીસગઢમાં કોઈ લાડલી બહેન નથી, પરંતુ ત્યાં પણ આપણને જીત મળી છે. આ પીએમ નરેન્દ્ર મોદીના કરિશ્માની જીત છે.