દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 1,49,577 કરોડ રૂપિયા થયું છે. નાણામંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે તે 12 મહિનાના ઉચ્ચ સ્તરે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની જીએસટી આવક રૂ. 1,33,026 કરોડ હતી.
જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનમાં અત્યાર સુધીનો બીજો સૌથી મોટો વધારો થયો છે. આમાં, સતત 11મા મહિને 1.55 લાખ કરોડ રૂપિયાથી વધુની જીએસટી આવક પ્રાપ્ત થઈ છે. સરકારે જાન્યુઆરીમાં રૂ. 1,55,922 કરોડ એટલે કે રૂ. 1.55 લાખ કરોડનું જીએસટી કલેક્શન મેળવ્યું હતું. સતત 12મા મહિને માસિક જીએસટી વસૂલાતનો આંકડો 1.4 લાખ કરોડથી વધારે રહ્યો છે.