Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશનું બેન્કિંગ સેક્ટર જે નાણાકીય માપદંડોની દૃષ્ટિએ એક દાયકાના સર્વોચ્ચ સ્તરે છે, તે હવે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિને આગળ ધપાવવા માટે જરૂરી ટેકો આપવા માટે તૈયાર છે તેવું RBIના ડેપ્યુટી ગવર્નર સ્વામિનાથન જેએ જણાવ્યું હતું.


કોમર્શિયલ બેન્ક અને ઓલ ઇન્ડિયન ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર્સ અને સ્ટેચ્યુટરી ઓડિટર્સની કોન્ફરન્સને સંબોધતા ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે RBIએ ઓડિટ પ્રક્રિયાની અસરકારકતાને વધારવા માટે પણ કેટલાક પગલાં લીધા છે. જેમાં સુપરવાઇઝરી ટીમ અને ઓડિટર્સ વચ્ચે મિકેનિઝમ સુનિશ્ચિત કરવું, રિપોર્ટિગ, ઓડિટર્સની નિમણૂક માટેની પ્રક્રિયાને વધુ સુસંગત બનાવવી તેમજ ઓડિટર્સની સ્વતંત્રતાનું રક્ષણ કરવું સામેલ છે.

ઓડિટર્સે વૈધાનિક કે નિયમનકારી જરૂરિયાતનું બિન-અનુપાલન તેમજ અંડરપ્રોવિઝનિંગ જેવા જોખમોને ટાળવા માટે તેમની ઓડિટ પ્રક્રિયાને વધુ કઠોર રીતે કરવી જોઇએ. તે ઉપરાંત, ઓડિટરની ભૂમિકાનું મુખ્ય પાસું ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ દરમિયાન આંતરિક નાણાકીય નિયંત્રણોનું ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન છે. ઓડિટિંગ માટેના ધોરણો તેમજ નિયમનકારી માર્ગદર્શિકા સુનિશ્ચિત કરીને ઓડિટર્સ હસ્તક્ષેપ કરવા માટેની સુપરવાઇઝર્સની જરૂરિયાતને ઓછી કરી શકે છે તેવું સ્વામીનાથને જણાવ્યું હતું.