Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ મે મહિના બાદ ફરીથી બાકી વેરાની વસૂલાત કરવા માટે દોડાદોડ આદરી છે. ટેક્સ ક્લેક્શનના લક્ષ્યાંકને પહોંચી વળતા રિકવરી સેલની રચના કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય બારે મહિના વેરાની વસૂલાત કરવાનો હતો. જોકે બે જ વર્ષમાં ફરીથી વેરા વસૂલાત શાખા વર્ષમાં બે વખત ઉઘરાણી કરવા પર આવી છે અને ડિસેમ્બર આવતા જ દોડાદોડ કરી છે.

વેરા વસૂલાત શાખાના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારથી બપોર સુધીમાં શાખાના કર્મચારી તેમજ અન્ય કર્મચારીઓ સાથે સીલિંગ અને રિકવરી ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 15 મિલકતને સીલ કરવામાં આવી છે જ્યારે 15 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારાઈ છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 35.18 લાખ રૂપિયાની રિકવરી થઈ છે. લાતી પ્લોટમાં કાર્યવાહી કરવા માટે ટીમ ગઈ હતી અને બે શેડને સીલ મારવાની કાર્યવાહી કરતા જ બંને એકમોના અધધ 16.34 લાખ રૂપિયાના વેરાની રકમ સ્થળ પર જ મનપાને ચૂકવી દેવાઈ હતી.

આ જ રીતે પેડક રોડ પરથી પણ એક મિલકત સીલ કરાતા સ્થળ પર જ 1.32 લાખ રૂપિયાની વેરા ભરપાઈ થઈ હતી. જ્યારે કોઠારિયા રિંગ રોડ પર 3 યુનિટ સામે કાર્યવાહી કરાતા 12.93 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ ઝુંબેશ માર્ચ સુધી આકરી રહેશે. ત્યારબાદ પણ જો ફરી હપ્તા યોજના અમલી બનશે ત્યારે પણ વધુમાં વધુ મિલકતોને સીલ કરવાનું કહી તેમને યોજનામાં સામેલ કરાશે.