મહિલા વર્લ્ડ કપની નવમી મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડ ગ્રૂપ Bમાં ટોપ પર પહોંચી ગયું છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં, સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા. સોફી એક્લેસ્ટોને 15 રનમાં 2 વિકેટ લીધી હતી.
ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે નતાલી સિવર બ્રન્ટ અણનમ 48 અને ઓપનર ડેનિયલ વ્યાટે 43 રન સાથે અણનમ 48 રનની ઇનિંગ્સ રમી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. મેચ વિનિંગ પાર્ટનરશિપના કારણે ઇંગ્લેન્ડે 4 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.