ભારતમાં વૈશ્વિક કક્ષાની નાણાંકીય પ્રોડક્ટ્સ એકત્ર કરવાના હેતુ સાથે આગળ વધી રહેલી મોબીક્વિક અગ્રણી ડિજીટલ બેન્કિંગ પ્લેટફોર્મ છે. ફિનટેક સેગમેન્ટના મજબૂત ગ્રોથને ધ્યાનમાં લેતા કંપની વિસ્તરણની યોજનાના ભાગરૂપે આગામી વર્ષે એટલે કે 2024માં મેઇનબોર્ડ પર આઇપીઓ યોજવાની વિચારણા કરી રહી હોવાનું કંપનીના કો-ફાઉન્ડર અને સીઇઓ ઉપાસના ટાકુએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે અગાઉના સમયમાં કંપનીએ આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું હતું અને સેબી પાસેથી મંજૂરી પણ મળી હતી પરંતુ કંપનીને અગાઉના સમયગાળો ઉચીત ન જણાતા મુલ્તવી રાખ્યો હતો.
ડિજિટલ પ્લેટફોર્મના વપરાશમાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. કંપની ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં 1.27 મિલીયન યૂઝર્સ અને 5514 વિક્રેતાઓ ધરાવે છે અને તેઓ સામૂહિક રીતે રાજ્યમાં પ્લેટફોર્મના ટ્રાફિકમાં 53%નો હિસ્સો ધરાવે છે.ડિજીટલી પેમેન્ટ વોલેટ તરીકે 2009માં શરૂ થયેલ જે હાલમાં 140 મિલીયન નોંધાયેલા યૂઝર્સ અને 4 મિલીયન વિક્રેતાઓ ધરાવે છે. આશરે 85% પુનરાવર્તિત ગ્રાહકો સાથે કંપની પેમેન્ટસને વધુ સરળ બનાવવા, ધિરાણમાં આપમેળે ઍક્સેસ અને વિક્રેતાઓને ડિજીટલ ઇન્ડિયા સ્ટોરીમાં ભાગ લેવા માટે પોતાના ઉકેલોની પહોંચને વિસ્તૃત બનાવવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે.