Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે સતત વધતી મોંઘવારી પર લગામ લગાવવા માટે કેન્દ્રીય બેન્કો જે આક્રમક વલણ અપનાવીને વ્યાજદરોમાં વધારો કરી રહી છે, તે નજીકના ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઇ શકે છે. MK વેલ્થ મેનેજમેન્ટના મતે ભૌગોલિક-રાજકીય તણાવ, ક્રૂડ ઑઇલની કિંમતમાં તેજી અને વિકસિત દેશોમાં મંદીની આશંકાથી માર્કેટ પર ખતરો તોળાઇ રહ્યો છે.


એક વેબિનારને સંબોધિત કરતા એમકે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે કહ્યું હતું કે, ભારત માટે ચિંતાનો વિષય નથી. પરંતુ તેનાથી નિકાસની રફતાર ઘટવાની સંભાવના પ્રબળ બની છે તેમજ કરન્સી રિવેલ્યુએશનનું જોખમ પણ વધ્યું છે.

મોટા ભાગની અર્થવ્યવસ્થાઓ માટે મોંઘવારી ચિંતાનો વિષય બની છે. જેને રોકવા માટે કેન્દ્રીય બેન્કો આક્રમક રીતે વ્યાજદરોમાં વધારો કરી રહી છે. જે નિકટના ભવિષ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. આગામી ક્વાર્ટરમાં ડૉલર ઇન્ડેક્સ તથા ક્રૂડ ઑઇલની કિંમતો પર નજર રાખવાની આવશ્યકતા છે. જોસેફ અનુસાર, ભૌગોલિક-રાજકીય તણાવ વધવાથી સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાયો છે.

જેને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારી પર અંકુશ માટે અમેરિકા અને યુરોપ સહિતના અનેક દેશોની કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરોમાં વૃદ્વિનું વલણ અપનાવ્યું છે.