ભારત સહિત દુનિયાભરમાં 10માંથી 7 સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સ હેકર્સ સામે હાર માની રહ્યા છે. તેનું મુખ્ય કારણ હેકર્સની સંખ્યામાં સતત થતો વધારો છે. તદુપરાંત સરકાર દ્વારા હેકર્સ વિરુદ્વ કોઇ નક્કર કાર્યવાહી ન કરાતા પણ આ પરિણામ જોવા મળી રહ્યું છે.
સાયબર-સિક્યોરિટી ફર્મ ટ્રેલિક્સના એક સરવેમાં સામેલ 82% સાયબર પ્રોફેશનલ્સના મતે ગત 12 મહિનામાં હેકિંગને કારણે તેમની કંપનીને અંદાજે 10% આવકને નુકસાન થયું છે. દર 10માંથી 7 સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સે કહ્યું કે હાલના સિક્યોરિટી ટૂલ્સ તેઓને વધુ કુશળતા સાથે કામ કરવા માટે સક્ષમ બનાવતા નથી.
આ સરવેમાં એક હજાર ભારતીયો સહિત 9,000 વૈશ્વિક સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તદુપરાંત સરકાર દ્વારા હેકર્સ વિરુદ્વ કોઇ નક્કર કાર્યવાહી ન કરાતા પણ આ પરિણામ જોવા મળી રહ્યું છે.