આજે સંસદ ભવન પર હુમલાની 22મી વરસી પર લોકસભામાં સુરક્ષામાં ખામીનો મામલો ફરી સામે આવ્યો. સંસદની કાર્યવાહી દરમિયાન બે લોકો અચાનક ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદીને બેન્ચ પર ચઢી ગયા હતા.
યુવકે પોતાના બૂટમાં સ્પ્રે સંતાડી દીધા હતા. બંનેએ ગૃહની બેન્ચ પર કૂદવાનું શરૂ કર્યું અને આ દરમિયાન ગૃહમાં પીળો ગેસ નાખ્યો. જેના કારણે ગૃહમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન કેટલાક સાંસદોએ યુવકને પકડીને માર માર્યો હતો. બાદમાં તેને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે 13 ડિસેમ્બર 2001ના રોજ 5 આતંકવાદીઓએ જૂની સંસદ ભવન પર હુમલો કર્યો હતો. જેમાં દિલ્હી પોલીસના 5 કર્મચારીઓ સહિત 9 લોકોના મોત થયા હતા. હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી.