તંત્ર મંત્ર, ટોટકા કે કાળા જાદુનાં પ્રયત્ન સદીઓથી થતા આવ્યા છે. પોતાના દુશ્મનોને પરાસ્ત કરવા માટે લોકો આવી ક્રિયાઓ કરે છે. એટલું જ નહીં કોઈને પોતાના વશમાં કરવા, પોતાની બિમારી કે દુઃખ બીજાને આપવું, પોતાનાં ઘરની ખુશહાલી માટે બીજાનાં ઘરમાં વિઘ્નો નાખવા વગેરે કાળા જાદુ દ્વારા લોકો કરવાનાં પ્રયાસ કરતા રહે છે. ઘણીવાર તેનાં એટલા ગંભીર પરિણામ સામે આવે છે કે તે લોકોને સમજાતું જ નથી કે આ પરેશાની કે દુઃખ અચાનકથી તેમનાં પર કેવી રીતે આવી ગયું?. પરંતુ કાળા જાદુની અસર અચાનક નથી થતી. તે ધીરે-ધીરે પોતાની અસર બતાવે છે. એટલું જ નહીં આ કાળો જાદુ ઘણા લક્ષણો પણ બતાવે છે, જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો ઘણી બધી પરેશાનીઓ અને સંકટોથી સરળતાથી બચી શકાય છે.
શુકનશાસ્ત્રમાં મળે છે આવા સંકેત
કાળા જાદુ કે તંત્ર-મંત્રની અસર કોઈનાં પર હોવાની જાણકારી શુકનશાસ્ત્રમાં વિસ્તારથી મળે છે. આ શાસ્ત્રમાં ઘણા એવા લક્ષણો જણાવવામાં આવ્યા છે, જે વ્યક્તિ પર કાળો જાદુ થયાં બાદ નજર આવે છે. જોકે આ લક્ષણો એવા છે, જેને માત્ર એવું સમજીને જ ના ચલાવવા જોઈએ કે તે કાળો જાદુ છે પરંતુ ડોક્ટર સાથે સંપર્ક જરૂર કરવો જોઈએ. સાથે જ સારવારની સાથે તમે કાળા જાદુ ઉતારવાનાં ઉપાય પણ કરી શકો છો. હાલમાં જાણી લઈએ તે ક્યાં લક્ષણ છે, જેને જોઈને તમે ઓળખી શકો છો કે વ્યક્તિ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે.