ક્યારેક આપણે એવું લાગે છે કે આપણે જે પણ કંઈક કરીએ છીએ તે આપણી ઈચ્છા મુજબ કરીએ છીએ. જીવન સાથેના સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ અને ઘણા રોજિંદા નિર્ણયો અમારી ઇચ્છાથી મુજબ કરીએ છીએ. પરંતુ આ પ્રકાની લાગણી એક ભ્રમણા છે આ દાવો સ્ટેનફોર્ડ ખાતે ન્યુરોબાયોલોજીસ્ટ રોબર્ટ સપોલસ્કીએ વિજ્ઞાન આધારિક કર્યો છે. તેમણે કહ્યું કે, હકીકતમાં આપણા નિર્ણયો, કાર્યો ડિટરમિનીજમ (નિશ્ચયવાદ) પર આધારિત છે.
ડિટરમિનીજમના સિદ્ધાંતો અનુસાર, બનતી તમામ ઘટનાઓ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. મનુષ્ય અને અન્ય જીવોના તમામ નિર્ણયો પર્યાવરણ, પાલન પોષણ, જનીન તત્વો, સંસ્કૃતિ અને અન્ય ઘણા પરિબળો પર આધારિત છે. વિચારો પણ સંજોગો પ્રમાણે વિકસે છે. વિજ્ઞાનિક નિશ્ચયવાદ મુજબ, બ્રહ્માંડની તમામ ઘટનાઓ વિજ્ઞાનના નિયમો દ્વારા નિયંત્રિત થાય છે. આ નિયમોની વિરૂદ્ધ કોઈપણ કામ કરી શકાશે નહીં. જૈવિક નિશ્ચયવાદ આપણી બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાઓ, સ્વાસ્થ્ય વગેરે વિશે જણાવે છે.
આ મોટે ભાગે આપણી આનુવંશિકતા અને મગજની રચના દ્વારા નક્કી થાય છે, જે આપણને આપણા માતાપિતા પાસેથી વારસામાં મળે છે. મનોવૈજ્ઞાનિક નિશ્ચયવાદ મુજબ, આપણા ભૂતકાળના અનુભવો, યાદો અને વર્તન આજના નિર્ણયો અને ક્રિયાઓને આકાર આપે છે.