શેરબજારમાં તેજી વચ્ચે સેન્સેક્સમાં રોકાણ કરતા ઈન્ડેક્સ ફંડ્સે આ બેન્ચમાર્કને પાછળ રાખી દીધો છે.આ ફંડ્સના ઇન્ડેક્સ સેન્સેક્સ ટ્રાઇ (કુલ રિટર્ન ઇન્ડેક્સ)એ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ વાર્ષિક 14.3% રિટર્ન આપ્યું છે જ્યારે સેન્સેક્સનું સરેરાશ રિટર્ન 12.8% રહ્યું છે.
કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવેલ ડિવિડન્ડ સેન્સેક્સ ટ્રાઈમાં ફરીથી રોકાણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સેન્સેક્સ હજુ પણ 66,500 આસપાસ છે, જ્યારે સેન્સેક્સ TRI 1 લાખને ક્રોસ કરી ગયો છે. ફંડ મેનેજર્સ આ ઇન્ડેક્સનો ઉપયોગ તેમની કામગીરી માપવા માટે કરે છે.
સેન્સેક્સ કરતાં 3 મહિના પહેલાં ડબલ થયો
શેરબજારે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના અહેવાલ અનુસાર, સેન્સેક્સ તેના ઓક્ટોબર 2017ના સ્તરથી બમણાથી વધુ વધી ગયો છે. બીજી તરફ, સેન્સેક્સ TRI હવે તેના જાન્યુઆરી 2018ના સ્તર કરતાં બમણાથી વધુ છે. તેને બમણું થવામાં 3 મહિનાનો ઓછો સમય લાગ્યો છે.
20 વર્ષમાં 1 લાખના રોકાણ પર 6 લાખ વધુ કમાણી
છેલ્લા 20 વર્ષમાં સેન્સેક્સે 15.5% વાર્ષિક રિટર્ન આપ્યું છે. પરંતુ ઇન્ડેક્સ ફંડના બેન્ચમાર્ક સેન્સેક્સ TRIએ 17.2% નું રિટર્ન રહ્યું છે.