2023ના વર્ષમાં રાજકોટ પોલીસના બે ઝોન અને ક્રાઇમ બ્રાંચે કુલ 615 જેટલા પ્રોહિબિશનના કેસ કરી રૂ.2,68,38,886ના કિંમતની વિદેશી દારૂ-બીયરની 88136 બોટલો-ટીન કબજે કર્યા હતા. જે જથ્થાનો નાશ કરવા ગુરુવારે સવારે પોલીસ તંત્ર સોખડા-નાકરાવાડી વચ્ચે આવેલા સરકારી ખરાબાની જગ્યા પર પહોંચ્યા હતા. જ્યાં કબજે કરાયેલો પોણા ત્રણ કરોડના દારૂ-બીયરના જથ્થાને જમીન પર ગોઠવી તેના પર રોડ રોલર ફેરવી દઇને નાશ કર્યો હતો. દારૂ-બીયરના જથ્થાને નાશ કરતી વેળાએ દારૂની રેલમછેલ જેવા દૃશ્યો જોવા મળ્યાં હતા.