Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ક્રિસમસ હોય કે ન્યૂયર અથવા તો બર્થ ડે પાર્ટી, ઉજવણી કરવા માટે ગ્લિટરનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. રંગીન અને ચમકદાર માઇક્રોપ્લાસ્ટિકના આ કણ પાર્ટીની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ ઉજવણી કરવા સમયે ગ્લિટરનો ઉપયોગ કરતાં ખૂબ ઓછા લોકોને જાણ હશે કે પાર્ટી ખતમ થયા બાદ પણ આ ગ્લિટર ખતમ થતા નથી. તે કચરા મારફતે નદી-નાળા અને પછી સમુદ્રમાં જાય છે. પછી તે દરિયાઇ જીવોના શરીરમાં જાય છે અને ત્યાંથી માણસના શરીરમાં પહોંચે છે.


ઇન્ડોનેશિયાના એરલંગ્ગા યુનિવર્સિટીના સંશોધક વેરિલ હસનનો દાવો છે કે માછલીઓ વ્યક્તિના શરીરમાં માઇક્રો-પ્લાસ્ટિક પહોંચાડવામાં મુખ્ય માધ્યમ બની ચૂકી છે. મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના સંશોધકોના એક રિપોર્ટ અનુસાર, દર સપ્તાહે સરેરાશ 5 ગ્રામ પ્લાસ્ટિક વ્યક્તિના શરીરમાં જઇ રહ્યું છે.

તે એક ક્રેડિટ કાર્ડના વજન બરાબર છે. માઇક્રોપ્લાસ્ટિક 1000 વર્ષ સુધી ખતમ થતું નથી. તે પશુ-પક્ષી અને વૃક્ષો અને છોડની સાથે જ મનુષ્ય માટે પણ જીવલેણ છે. પર્યાવરણ પર તેના ખતરાને ધ્યાનમાં રાખતા આ વર્ષની શરૂઆતમાં યુરોપિયન યુનિયને લૂઝ-પ્લાસ્ટિક ગ્લિટરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સામાન્યપણે ગ્લિટર બે પ્રકારના પ્લાસ્ટિક - પૉલીવિનાઇલ ક્લોરાઇડ અને પૉલીઇથાઇલીન ટેરેફ્થ્લેટ (પીઇટી)ની એક પાતળી શીટમાંથી બને છે. ચમક માટે તેના પર એલ્યુમીનિયમનું વરખ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ તેને નાના, ષટકોણ ટૂકડોમાં કાપવામાં આવે છે.