અમેરિકાના 13 વર્ષના વિલિ ગીબ્સન નામના છોકરાએ અત્યાર સુધી જેને કોઈ હરાવી શક્યું નથી એવી ટેટ્રીસ વીડિયો ગેમને હરાવી છે. મૂળ નિન્ટેન્ડોના વર્ઝન એવી આ ગેમમાં ગીબ્સન એ લેવલ પર પહોંચી ગયો હતો જેમાં ટેટ્રીસના કૉડમાં ગ્લીચીસ આવી જાય અને ગેમ ક્રેશ થઈ જાય. એટલે કે ગેમમાં ગીબ્સન એ લેવલે પહોંચી ગયો હતો જેમાં હાર્ડવેર અને સૉફ્ટવેરની પણ લિમિટ આવી જાય. આ ગેમ મૂળે ફોલિંગ બ્લોક્સને શૂટ કરવાની ગેમ છે.
આ ગમે અત્યાર સુધી અજેય રહી તેનું કારણ એ છે કે ગેમમાં સ્ક્રીપ્ટેડ કૉડિંગ નથી. ગત 21 ડિસેમ્બરના રોજ ગીબ્સન ગેમના 157મા લેવલ પર પહોંચી ગયો હતો. આ લેવલ પાર કર્યા બાદ પ્લેયર ગેમ પર જીત મેળવી લે છે. ટેટ્રીસના મેકર્સે પણ ગીબ્સનને અભિનંદન પાઠવ્યા હતા.