ગુજરાત રાજ્ય સ્તરીય બેંકર્સ સમીતી (SLBC) ની સંયોજક-બેંક, બેંક ઓફ બરોડાએ માર્ચ 2024 સુધીના રાજ્યના વિવિધ મુખ્ય બેંકિંગ પરિમાણોની સમીક્ષા કરવા માટે 20મી જૂન, 2024ના રોજ અમદાવાદ ખાતે 181મી એસએલબીસી(SLBC) મીટિંગનું આયોજન કર્યું હતું.
બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી લાલ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી સુજલ મયાત્રા, IAS, અધિક કમિશનર, ગ્રામીણ વિકાસ વિભાગ ગુજરાત સરકાર, શ્રી બી.વાય.વી સત્યનારાયણ, નિયામક, (સંસ્થાકીય નાણાં), નાણા વિભાગ, ગુજરાત સરકાર, શ્રી બી.કે. સિંઘલ, ચીફ જનરલ મેનેજર, નાબાર્ડ, શ્રી રાજેન્દ્ર બલાઉત, ડેપ્યુટી જનરલ મેનેજર(DGM), ભારતીય રિઝર્વ બેંક અને શ્રી ગોપાલ ઝા, જનરલ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ બેઠકમાં હાજરી આપી હતી. તદ્દઉપરાંત રાજ્ય સરકારના, બેંકો અને નાણાકીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ જિલ્લાઓના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો ઉપસ્થીત રહ્યા હતા.
શ્રી અશ્વિની કુમાર, સંયોજક, એસએલબીસી(SLBC) - ગુજરાત અને જનરલ મેનેજર, બેંક ઓફ બરોડાએ તમામ સહભાગીઓને આવકાર્યા અને વાર્ષિક ક્રેડિટ પ્લાન (ACP) અને રાજ્યના સમાવેશી વિકાસમાં તમામ હિતધારકોની સંયુક્ત ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.