તેલંગાણામાં એક મહિલા (30)એ તેના ટ્રાન્સજેન્ડર પતિ (35)ની કોન્ટ્રાક્ટ કિલરોએ હત્યા કરી નાખી. પતિની હત્યા કરવા માટે તેણે બે લોકો સાથે 18 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. તેમાંથી તેણે 4.6 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. બંને કોન્ટ્રાક્ટ કિલરોએ 11 ડિસેમ્બરે તેના પતિની હત્યા કરી હતી. મહિલા છેલ્લા કેટલાક સમયથી તેના પતિથી અલગ રહેતી હતી.
શરૂઆતમાં પોલીસ તેને શંકાસ્પદ મોત ગણીને તપાસ કરી રહી હતી, પરંતુ તપાસ દરમિયાન પોલીસને મળેલા પુરાવાના આધારે પોલીસે શનિવારે મહિલા અને બંને હત્યારાઓની ધરપકડ કરી હતી. આ માહિતી રવિવારે સામે આવી છે. મામલો તેલંગાણાના સિદ્ધિપેટ જિલ્લાનો છે.