કેટલાક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) એ યુપીના ગૃહ વિભાગને એક ગોપનીય રિપોર્ટ મોકલ્યો છે.
ગયા અઠવાડિયે મોકલવામાં આવેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની અને પાકિસ્તાની આતંકવાદીઓ મહાકુંભને પ્રોક્સી દ્વારા નિશાન બનાવી શકે છે. તેણે પોતાના સ્લીપર સેલને સક્રિય કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે.
સૂત્રોમાંથી આ માહિતી મળી છે. સ્ટેટ LIU રિપોર્ટમાં દાવો કર્યો છે કે આતંકવાદીઓ સાધુ, પૂજારી, અઘોરી અને ભગવા વસ્ત્રો પહેરીને મેળામાં પ્રવેશી શકે છે. IBના રિપોર્ટમાં પણ આવા જ કેટલાક ઈનપુટ આપવામાં આવ્યા છે.
આ જ કારણ છે કે મહાકુંભમાં સાધુઓના વેશમાં ગુપ્ત પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ મેળા વિસ્તારમાં દરેક ગતિવિધિ પર નજર રાખી શકે. તેમને કુંભ મેળામાં ભીડભાડવાળી જગ્યાઓ પર, અખાડાના પંડાલોમાં અને સંગમના કિનારે તહેનાત કરવામાં આવશે.