રાજ્યમાં ખેલ મહાકુંભ તો દેશમાં એશિયન ગેમ્સ અને ઓલમ્પિકનું આયોજન થતું હોય છે ત્યારે રાજકોટમાં સર્વોદય સ્કૂલ દ્વારા ઓલમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ખજૂરભાઈ ફેઇમ નિતીન જાની દ્વારા કરવામા આવ્યો હતો. જેમાં 18 ગેમ્સમાં 6,000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે જંગલ સફારીનું અનોખું આકર્ષણ જોવા મળ્યું હતું.
રાજકોટની સર્વોદય સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર અક્ષ ગાજીપરાએ જણાવ્યુ હતું કે, વર્ષ 2000થી સ્કૂલ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામા આવે છે. જયારે વર્ષ 2008 થી તેને ઓલિમ્પિક નામ આપવામા આવ્યુ કારણકે સ્પર્ધકોની સંખ્યા વધી ગઈ અને ગેમ્સમાં પણ વધારો થયો. ઇન્ટરનેશનલ કક્ષાએ ઓલમ્પિકની માફક અહીં માર્ચ પાસ્ટ અને પરેડ કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં 18 ગેમ્સમાં 6,000 વિદ્યાર્થી ખેલાડીઓ ભાગ લેશે. આ તકે તેમણે એક અપીલ પણ કરી હતી કે મકર સંક્રાંતિના જે રીતે દરેક લોકો પતંગ ઉડાવે અને તેની કાતિલ દોરીથી અનેક પક્ષીઓના ગળા કપાય છે ત્યારે આપણે સૌ કોઈએ પતંગ ઉડાવવાને બદલે ગૌ માતાની સેવા કરવી જોઈએ.