Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સમગ્ર અમેરિકામાં હાલ ભારે હિમવર્ષા ચાલી રહી છે, છેલ્લા એક સપ્તાહમાં 21 ઇંચથી વધુ બરફ પડ્યો છે, 82 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો છે. અગાઉ આટલી હિમવર્ષા વર્ષ 1942માં થઈ હતી. હિમવર્ષાને લીધે 7 કરોડ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 4700થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે. 2.5 લાખથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો ઠપ થયો હતો.


ઘણા વિસ્તારોમાં સાડા ત્રણ ફૂટ સુધી બરફના થર જામ્યા છે. બીજી તરફ પવનને લીધે શીતલહેર પ્રસરી ગઈ છે. આર્કટિક બ્લાસ્ટ એટલે કે ઉત્તર ધ્રુવમાંથી ઠંડા પવનો અમેરિકામાં આવી રહ્યા છે. તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. મોટા ભાગના અમેરિકામાં તાપમાન સરેરાશ કરતાં નીચું છે.

દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 11 ડિગ્રી સેલ્સિયસ પર યથાવત છે. બીજી તરફ ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. રસ્તાઓ પર નીકળતા લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તેઓ ફસાઈ શકે છે.