રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ એક્શનમાં આવી આ પ્રકરણમાં સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારને તપાસ સોંપી દીધી છે. જેમાં ખોટી નોંધ પડી હોય તો તે રદ કરી રીપોર્ટ કરવા આદેશ આપ્યો છે. ઝોનલ-1ની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષ 1950થી 1972 સુધીના 17 દસ્તાવેજો સાથે છેડછાડનું કૌભાંડ ઉજાગર થતાં જ ઝોનલ-1 સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી અતુલ દેસાઇએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા કચેરીના સુપરવાઇઝર હર્ષ સોની, કોમ્પ્યુટર ઓપરેટર જયદિપ ચાવડા અને એડવોકેટ કિશન ચાવડા સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરુ કરી છે. જેમાં રજીસ્ટર નિભાવી કેસ ટુ કેસ અરજી આવે તેની તપાસ કરવામાં આવે તેવો આદેશ કલેકટર દ્વારા સીટી પ્રાંત 1ને અપાયો છે.
સીટી પ્રાંત-1 ચાંદની પરમારને તપાસ સોંપાઈ રાજકોટના દસ્તાવેજ કૌભાંડના મુળ સુધી પહોંચવા પોલીસે કવાયત શરુ કરી દીધી છે. તેની સાથોસાથ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ એક્શન મોડમાં આવી આ પ્રકારની તપાસ વર્ગ-1ના અધિકારી સીટી પ્રાંત-1 ચાંદની પરમારને સોંપી દીધી છે. બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ગામતળના નમુના નં.2 અને 7માં પણ જો ખોટી નોંધ પડી છે કે કેમ? તેની પણ તપાસ કરવા અને જો ખોટી નોંધ પડી હોય તો તે રદ કરી રીપોર્ટ કરવા માટે કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.