Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરતમાં ભંગાર અને પ્લાસ્ટીક વેચીને ગુજરાન ચલાવતા બે શખસોની મૂર્ખામીના કારણે સુરત -ઉત્રાણ વચ્ચે મોટી દુર્ઘટના બનતા-બનતા ટળી. દુકાનદારે પાઈપ કાપી આપવાની ના પાડતા બંને શખસો રેલવે ટ્રેક પર મૂકીને નાસીપાસ થઈ ગયા હતા. આ પાઈપના કારણે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન આકસ્મિક ઘટનાનો ભોગ બનવાની હતી. જોકે, રેલવે પોલીસની સમયસર નજર પડતા એક આરોપીની ધરપકડ કરીને દુર્ઘટના બનતી અટકાવી હતી. જોકે, આ ઘટના પાછળનો એક આરોપી હજુ પણ ફરાર છે.

પોલીસની પૂછપરછ મુજબ ધરપકડ કરાયેલા આરોપીનું આખું નામ રામજીભાઇ દેવશીભાઇ કોરડીયા છે. 42 વર્ષીય રામજીભાઈ મૂળ અમરેલીના ધારી તાલુકાના હુડલી ચલાલા ગામનો વતની છે અને તે હાલમાં સુરતના કતારગામ કાંસાનગર પે એન્ડ યુઝ ટોઇલેટ પાસે ફુટપાથ પર રહે છે. ઉપરાંત તેની સાથે એક અન્ય વ્યક્તિ પણ છે. બંને ભટકતું જીવન જીવે છે તેમજ ભંગાર અને પ્લાસ્ટિક વીણી અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.આરોપીઓને કતારગામ પાસેથી લોખંડનો પાઇપ મળ્યો હતો. ત્યારબાદ તેને ઊંચકીને કપાવવા માટે વેલ્ડીંગની દુકાને લઈ ગયા હતા. જોકે, દુકાનદારે પાઇપ કાપી આપવાની મનાઈ કરી હતી. જેથી, રેલવે ટ્રેક પર મૂકીને કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રેલવે પોલીસે એકની ધરપકડ કરી છે. જ્યારે ભાગી ગયેલા એક આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.