ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ છેલ્લા 5 વર્ષમાં 4298 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. જોકે BCCIને ઘણા સ્રોતોમાંથી કર મુક્તિ મળે છે, પરંતુ બોર્ડ તેનો આવકવેરો ચૂકવવામાં અને જાહેર કરવામાં પાછીપાની કરતું નથી. BCCIનો આ ડેટા નાણામંત્રી પંકજ ચૌધરીએ 8મી ઓગસ્ટે રાજ્યસભામાં જણાવ્યો હતો.
2023માં 1159 કરોડનો ટેક્સ ચૂકવ્યો
BCCIએ છેલ્લા 5 વર્ષમાં 4298.12 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. બોર્ડે 2017-18માં રૂ. 596.63 કરોડ, 2018-19માં રૂ. 815.08 કરોડ, 2019-20માં રૂ. 882.29 કરોડ અને 2021-22માં રૂ. 1159.20 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો.
પ્રશ્નોના જવાબ આપતા કેબિનેટ મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું, 'સરકાર રમત સંસ્થાઓના વૈશ્વિક ખર્ચનો ડેટા રાખતી નથી. જોકે BCCIએ 2021-22માં 4542 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જ્યારે 2019-20માં BCCIએ રૂ. 1650 કરોડ અને 2020-21માં રૂ. 2700 કરોડનો નફો કર્યો હતો.
BCCIના પ્રસારણ અધિકારો 8200 કરોડને પાર કરી શકે છે
BCCIએ તાજેતરમાં તેની સ્થાનિક મેચોના પ્રસારણ અધિકારોની હરાજી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. 15 લાખનું ટેન્ડર છે. રિપોર્ટ્સ અનુસાર, Hotstar અને JioCinemaની સાથે, Google અને Amazon જેવી મોટી કંપનીઓ પણ બ્રોડકાસ્ટ રાઇટ્સ ખરીદવાની રેસમાં છે. એવું માનવામાં આવે છે કે અધિકારોની કિંમત એક અબજ ડોલર (લગભગ 8200 કરોડ રૂપિયા)ને પાર કરી શકે છે.