આર્થિક વધઘટ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે એક તરફ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે તેની અસર IIM જેવી સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે વિદ્યાર્થીઓને ઈચ્છિત કંપની મળી રહી નથી અથવા તો ઈચ્છિત પગાર પેકેજ નથી મળી રહ્યું. આશંકા છે કે આ વર્ષ IIM પ્લેસમેન્ટ માટે સૌથી ખરાબ વર્ષ હશે.
આ વર્ષે 15% ઓછી નોકરીઓની સંભાવના છે. IIM અમદાવાદના પ્લેસમેન્ટના ચેરપર્સન અંકુર સિન્હાએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 નોકરીઓ માટે પડકારજનક રહેવાનું છે. તેમણે અનુમાન લગાવ્યું છે કે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરીની ઓફરમાં 10-15% ઘટાડો થશે.