ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે જોર્ડનમાં અમેરિકી સૈન્ય બેઝ ટાવર-22 પર ડ્રોન હુમલામાં 3 અમેરિકન સૈનિકોનાં મોત બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વિપક્ષના નિશાના પર આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બાઈડેને ઈરાનને હજારો ડોલર આપ્યા અને રક્તપાત સર્જાયો. જો હું રાષ્ટ્રપતિ હોત તો ઈરાને બેઝ પર હુમલો કરવાની હિંમત ન કરી હોત. રિપબ્લિકન સાંસદ ટોમ કોટને કહ્યું કે જો બાઈડેન ઈરાન પર કાર્યવાહી ન કરે તો તેનો અર્થ એ છે કે તે કાયર છે.
ટાવર-22 સીરિયા, જોર્ડન અને ઈરાકની સરહદ પર સ્થિત એક સૈન્ય મથક છે. અહીંથી અમેરિકા ત્રણેય દેશો પર નજર રાખે છે. અહીં 350થી વધુ અમેરિકન સૈનિકો અને વાયુસેનાના જવાનો હોય છે. : 2011માં સીરિયા સાથે સંઘર્ષ વધ્યા બાદ અમેરિકાએ જોર્ડનની મદદ માટે આ બેઝ બનાવ્યો હતો.
ઇઝરાયલી ડોઝિયરમાં ખુલાસો
શિક્ષકો સહિત 12 યુએન કર્મીઓ હમાસ હુમલામાં સામેલ
ગાઝા પટ્ટીમાં સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સીના 12 કર્મચારીઓ પર હમાસના હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. ઇઝરાયલના એક ડોઝિયરે ખુલાસો કર્યો હતો કે 12 કર્મચારીઓમાંથી 10 હમાસના સક્રિય સભ્યો હતા. તેમાંથી 7 યુએન શાળાઓના શિક્ષકો છે, બે શાળાઓમાં જ કામ કરે છે. એક કારકુન, સામાજિક કાર્યકર અને સ્ટોરરૂમ મેનેજર છે.