Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈમ્પોર્ટમાં વધારાને કારણે, માર્ચ 2025માં ભારતની વેપાર ખાધ વધીને 21.54 બિલિયન ડોલર (રૂ. 1.84 લાખ કરોડ) થઈ ગઈ છે. આ ગયા મહિના કરતા 34% વધુ છે.


ફેબ્રુઆરીમાં વેપાર ખાધ 14.05 બિલિયન ડોલર (રૂ. 1.21 લાખ કરોડ) હતી. માર્ચમાં વેપારી માલની એક્સપોર્ટ વાર્ષિક ધોરણે 0.7% વધીને 41.97 બિલિયન ડોલર (રૂ. 3.60 લાખ કરોડ) થઈ.

ઈમ્પોર્ટની વાત કરીએ તો, માર્ચમાં ભારતની ઈમ્પોર્ટ 63.51 બિલિયન ડોલર અથવા 5.44 લાખ કરોડ રૂપિયા રહી હતી. આ ફેબ્રુઆરી કરતાં રૂ. 1.02 લાખ કરોડ વધુ છે. ગયા મહિને ભારતમાં 4.42 લાખ કરોડ રૂપિયાની ઈમ્પોર્ટ થઈ હતી.

ફેબ્રુઆરી 2025માં વેપાર ખાધ ઘટીને 14.05 બિલિયન ડોલર (રૂ. 1.21 લાખ કરોડ) થઈ ગઈ. આ ખાધ ઓગસ્ટ 2021 પછી સૌથી ઓછી હતી. ફેબ્રુઆરીમાં વેપારી માલની એક્સપોર્ટ રૂ. 3.20 લાખ કરોડ હતી. જાન્યુઆરીમાં તે 3.16 લાખ કરોડ રૂપિયા હતી. આમાં 1.25% નો વધારો થયો હતો.

ફેબ્રુઆરીમાં ઈમ્પોર્ટની વાત કરીએ તો, તે જાન્યુઆરી કરતાં 13.59% ઓછી રહી હતી. ફેબ્રુઆરીમાં ભારતની ઈમ્પોર્ટ રૂ. 4.42 લાખ કરોડની રહી હતી. આ જાન્યુઆરી કરતાં રૂ. 73,000 કરોડ ઓછું છે. ગયા મહિને ભારતમાં 5.15 લાખ કરોડ રૂપિયાની ઈમ્પોર્ટ થઈ હતી.

Related News

Recommended