દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ધુમ્મસ છવાયેલું છે. બુધવારે શૂન્ય વિઝિબિલિટીના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 110થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. ધુમ્મસના કારણે દિલ્હી રેલવે સ્ટેશનથી 23 ટ્રેનો મોડી પડી છે.
બીજી તરફ, બુધવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશના ઘણા ભાગોમાં પણ હિમવર્ષા થઈ હતી. હિમાચલના સાત જિલ્લાઓમાં 56 દિવસ પછી સિઝનની પ્રથમ ભારે હિમવર્ષા થઈ. રાજ્યમાં 5 ડિસેમ્બરે વરસાદ અને હિમવર્ષા થઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં 4 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા હિમાચલપ્રદેશમાં ઘણી જગ્યાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે