ભારતીય રેલવે દ્વારા ધાર્મિક સ્થળોની તેમજ ફરવા લાયક સ્થળોએ ફરવા જવા ઇચ્છતા લોકો માટે સ્પે.ટ્રેન ચલાવી રહી છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત આઇઆરસીટીસી દ્વારા આગામી શ્રાવણ મહિનાને ધ્યાને રાખી ભાવિકો માટે ખાસ ધાર્મિક સ્થળોને આવરી લેતા સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક ટ્રેન 7 જ્યોતિર્લિંગની અને બીજી રામ જન્મભૂમિ સાથે 3 જ્યોતિર્લિંગની યાત્રાનું આયોજન છે.
રાજકોટથી શરૂ થનારી 7 જ્યોતિર્લિંગ યાત્રા સ્પે.ટ્રેન આગામી તા.3-8-2024થી 12-8-2024 એમ નવ રાત અને 10 દિવસનો પ્રવાસ રહેશે. જેમાં મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, ગ્રીષ્ણેશ્વર, પરલી વૈજનાથ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો સમાવેશ છે.