Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લખનઉ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું. મુંબઈએ એકાના સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. લખનઉએ 8 વિકેટ ગુમાવ્યા બાદ 203 રન બનાવ્યા. જવાબમાં મુંબઈની ટીમ ફક્ત 191 રન જ બનાવી શકી. મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરમાં 22 રન બનાવી શક્યો નહીં.


મુંબઈ તરફથી હાર્દિકે 5 વિકેટ લીધી. તેણે 28 રન પણ બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 67 અને નમન ધીરે 46 રન બનાવ્યા હતા. લખનઉ માટે મિચેલ માર્શે 60 અને એડન માર્કરમે 53 રન બનાવ્યા. 4 બોલરોએ 1-1 વિકેટ લીધી.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લી 2 ઓવરમાં 29 રન બનાવી શકી ન હતી. 19મી ઓવરમાં શાર્દૂલ ઠાકુરે ફક્ત 6 રન આપ્યા. જ્યારે આવેશ ખાને છેલ્લી ઓવરમાં માત્ર 9 રન આપ્યા.