યુદ્ધથી કંગાળ થયેલું યુક્રેન દેશની સ્થિતિની સુધારવા માટે IMFપાસેથી લોન માગશે. જેલેન્સકીની તરફથી મોકલવામાં આવેલા કેટલાક નેતા આ અઠવાડિયે પોલેન્ડની રાજધાની વૉર્સોમાં IMFના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. યુક્રેનના નાણામંત્રી સર્ગેઇ મર્ચેંકોએ આ જ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, આ વર્ષે સરકારની નાણાકીય ખાધ વધીને 3 લાખ કરોડથી પાર થઇ જશે.
ગ્રાન્ટ રૂપે અમેરિકાથી મળવાપાત્ર 81 હજાર કરોડ અને યુરોપિયન યુનિયનથી મળવાપાત્ર 1 લાખ કરોડ પણ તેની ભરપાઈ કરી શકશે નહી. બન્ને જગ્યાથી મદદ મળ્યા બાદ પણ યુક્રેનને 82 હજાર કરોડ રૂપિયાની જરૂર રહેશે.
IMFએ પણ જણાવ્યું કે, તેઓ યુક્રેની નેતાઓ સાથે બેઠક કરશે. જો કે, સંસ્થાના અધિકારીઓએ આનાથી વધુ જાણકારી આપવાનો ઇનકાર કર્યો છે. યુદ્ધના અમુક અઠવાડિયા પછી જ IMFએ યુક્રેનની 11 હજાર કરોડની લોન મંજૂર કરી હતી, સાથે જ ઓક્ટોબરમાં વધારાના 10 હજાર કરોડ આપવાની વાત કહી હતી.
યુદ્ધથી યુક્રેનને કેવી રીતે નુકસાન થયું?
યુદ્ધ શરૂ થયા પહેલા યુક્રેનની નાણાકીય ખાધ 38 હજાર કરોડ હતી, જે 2022માં વધીને 2 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. રશિયાની ઘૂસણખોરીને કારણે 2022માં યુક્રેનની અર્થવ્યવસ્થામાં 303%નો ઘટાડો થયો હતો. જ્યારે મોંઘવારીમાં 266 ટકાનો ઉછાળો નોંધાયો હતો.