Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા સાવજોની વસતિ કુદકેને ભુસકે વધી રહી છે. શિકારની શોધમા આ સાવજો ગમે ત્યારે કોઇપણ ગામમા ઘુસી જાય છે. સાવજો ગઇરાત્રે પ્રથમ વખત છેક અમરેલી સુધી આવી જેશીંગપરાની સીમમા એક ગાયનુ મારણ કરી ગયા હતા. જેને પગલે વનતંત્ર અહી દોડી ગયુ હતુ. વધતી વસતિ વચ્ચે સાવજો અમરેલી શહેરમા ઘુસી રેઢીયાર પશુનુ મારણ કરે એ દિવસો દુર નથી. શિકાર માટે સાવજો ભુતકાળમા ચલાલા, ધારી, ખાંભા, જાફરાબાદ અને રાજુલા શહેર સુધી આવી પહોંચ્યા હોય તેવુ અનેક વખત બન્યું છે. પરંતુ સાવજો શિકાર માટે અમરેલી સુધી આવી પહોંચ્યા હોય તેવુ પ્રથમ વખત બન્યું છે.


ગઇરાત્રે અમરેલીના જેશીંગપરામા રંગપુર રોડ પર એક સિંહણ બે પાઠડા સાથે શિકારની શોધમા આવી પહોંચી હતી. ત્રણેયે મળી એક રેઢીયાર ગાયનુ મારણ કર્યુ હતુ. અને નિરાંતે ભોજન લીધુ હતુ. સિંહણ અને બંને પાઠડા મારણ બાદ ફરી શહેરથી દુર ચાલ્યા ગયા હતા. સવારે વનવિભાગને જાણ થતા આરએફઓ ગલાણી સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. શિકારની આ ઘટના રંગપુરના કાચા માર્ગે બની હતી. આમપણ અમરેલી તાલુકામા સાવજોની વસતિ વધી રહી છે.

એક સમયે માત્ર ચાંદગઢ અને બાબાપુર પંથકમા સાવજ દેખાતા હતા. પરંતુ હવે માંડવડાથી લઇ સરંભડા અને દેવળીયાથી લઇ બાબાપુર સુધી અને છેક અમરેલી સુધી હવે સાવજો વિસ્તર્યા છે. અહીના સાવજો પોતાનુ ઘર વધુને વધુ મોટુ બનાવી રહ્યાં છે. સામાન્ય રીતે વિજળી અને લોકોની અવરજવર જોઇ સાવજો પરત ફરી જતા હોય છે. પરંતુ મધરાતનુ શાંત વાતાવરણ હોય તો સાવજો ગ્રામિણ કે શહેરી વિસ્તારમા પણ ઘુસી જાય છે.